અમદાવાદ : ચાંદખેડામાં નજીવી બાબતમાં હવામાં ચાર-પાંચ રાઉન્ડ ફાયરિંગ, આરોપી ફરાર, જુઓ વીડિયો
અમદાવાદમાં ચાંદખેડામાં હવામાં ચાર પાંચ રાઉન્ડ ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. તપોવન સર્કલ પાસે શખ્સનો ફાયરિંગ કરતો વીડિયો સામે આવ્યો છે. ફાયરિંગની ઘટનાના પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી.પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો-ગુજરાતના આ વ્યક્તિએ રામ મંદિર માટે સૌથી વધુ દાન આપ્યું, તેમના ભક્તો છે દેશ-વિદેશોમાં
અમદાવાદના ચાંદખેડામાં ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે. જમીન લે વેચનો વ્યવસાય કરનાર હરિસિંહ ચંપાવતે ફાયરિંગ કર્યુ હોવાનું સામે આવ્યુ છે. માહિતી મળી છે કે રસ્તા પર લારીવાળા વચ્ચે આવતા હોવાથી ફાયરિંગ કરવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ છે. તપોવન સર્કલ પાસે ફાયરિંગ કર્યાનો વીડિયો પણ સામે આવ્યો છે. ફાયરિંગ કરી શખ્સ ફરાર થઇ ગયો હતો. આ ઘટના પછી ચાંદખેડા પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.