અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગત 19 જુલાઈએ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 9 લોકોએ સ્થળ પર જ પોતાના જીવ ગુમાવ્યા હતા. જેમાં બોટાદના ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. અક્ષય, કૃણાલ અને રોનક પટેલના મોત નિપજ્યા હતા. આ ત્રણેય મૃતક યુવાનોના પરિજનો સમાજના અને સ્થાનિક આગેવાનો સાથે ક્લેકટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી અને સુત્રોચ્ચાર સાથે ક્લેકટર કચેરી પહોંચીને આવેદન પત્ર આપ્યુ હતુ.
તથ્ય પટેલ અને તેના પિતાને કડક સજા થાય એ માટે આવેદન પત્ર આપવાની માંગ કરી હતી. ફાંસી આપોના સુત્રોચ્ચાર સાથે ન્યાયની માંગણી કરવામાં આવી હતી. આરોપી પિતા પુત્રને ઝડપથી સજા કરવામાં આવે એવી માંગ કરી હતી. આવેદન પત્ર આપતા અગ્રણીઓએ જણાવ્યુ હતુ કે, ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની અને રસ્તા પર ઉતરવાની તૈયારીઓ હોવાનુ જણાવ્યુ હતુ.
Published On - 8:26 pm, Mon, 24 July 23