રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, NOC વગર ચાલતા મનોરંજન સ્થળો અને ગેમઝોનના માલિક સામે ગુનો નોંધવા આદેશ
રાજ્યમાં NOC વગર ચાલતા મનોરંજન સ્થળો અને ગેમઝોનના માલિક સામે ગુનો નોંધવા આદેશ અપાવામાં આવ્યો છે. હાલમાં થયેલી ચકાસણીમાં જેમની પાસે NOC નહોતી તેમની સામે ગુનો નોંધવા આદેશ અપાયો છે. IPCની કડક કલમો અંતર્ગત ગુનો નોંધી બિનજામીનપાત્ર કલમો લગાવવા આદેશ આપવામાં આવ્યા છે.
રાજકોટમાં ગેમઝોનની ઘટનાએ સૌને હચમચાવી દીધા છે, ત્યારે સરકારે હવે આ મામલે મોટો નિર્ણય લીધો છે. રાજ્યભરના ગેમઝોન અને મનોરંજન સ્થળ અંગે સરકારે હવે મોટું પગલું ભર્યું છે. NOC વગર ચાલતા મનોરંજન સ્થળો અને ગેમઝોનના માલિક સામે ગુનો નોંધવા આદેશ અપાવામાં આવ્યો છે. હાલમાં થયેલી ચકાસણીમાં જેમની પાસે NOC નહોતી તેમની સામે ગુનો નોંધવા આદેશ અપાયો છે.
IPCની કડક કલમો અંતર્ગત ગુનો નોંધી બિનજામીનપાત્ર કલમો લગાવવા આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યના તમામ કલેકટર અને મ્યુનિ. કમિશનરને આ આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટની ઘટના બાદ સરકાર અચાનક એક્શનમાં આવી હતી અને રાજ્યના અલગ અલગ શહેર અને જિલ્લાઓમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં અનેક જગ્યાએ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે. ત્યારે સરકારે હવે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરતાં NOC વગર ચાલતા મનોરંજન સ્થળો અને ગેમઝોનના માલિક સામે ગુનો નોંધવા આદેશ આપ્યા છે.