Surat : પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ, 5 લોકો દાઝ્યા, 2 બાળકની હાલત ગંભીર, જુઓ Video

| Edited By: | Updated on: Jan 07, 2025 | 2:52 PM

સુરતના પૂર્ણા ગામમાં વહેલી સવારે ગેસની બોટલમાં બ્લાસ્ટ થયાની ઘટના બની છે. પૂર્ણા ગામમાં રાધાકૃષ્ણ સોસાયટીના એક ઘકમાં ગેસના બાટલામાં બ્લાસ્ટ થયો હતો જેમાં 5 લોકો દાઝ્યાં છે.

ગુજરાતમાં કેટલીક વાર ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતના પૂર્ણા ગામમાં વહેલી સવારે ગેસની બોટલમાં બ્લાસ્ટ થયાની ઘટના બની છે. પૂર્ણા ગામમાં રાધાકૃષ્ણ સોસાયટીના એક ઘકમાં ગેસના બાટલામાં બ્લાસ્ટ થયો હતો. જેમાં 5 લોકો દાઝ્યાં છે.

આગ લાગતા જ સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગ અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ત્યારબાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સ્લેબ

ઈજાગ્રસ્તોને સારવાર માટે સ્મીમેર બાદ કિરણ હોસ્પિટલ ખસેડાયા છે. ઈજાગ્રસ્તોમાં દંપતી અને તેમના 3 બાળકોનો સમાવેશ થયો છે. ઉલ્લેખનીય છે કે જેના ઘરમાં બ્લાસ્ટ થયો તે પરિવારનો મોભી ઓટો રિક્ષા ચાલક છે. વહેલી સવારે જે બ્લાસ્ટ થયો હતો તેના કારણે સ્લેબની સીલીંગ તૂટી પડી હતી. જેના કારણે પરિવારના 2 બાળકોની હાલત ગંભીર છે.