Jamnagar : નાંઘેડીમાં 36 વર્ષના યુવકની હત્યા બાદ ખાટલામાં સળગાવ્યો, પોલીસે હાથ ધરી તપાસ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 17, 2024 | 4:54 PM

જામનગરના નાંઘેડીમાં 36 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર યુવકની હત્યા કર્યા બાદ યુવકને ખાટલામાં સળગાવ્યો હતો. યુવકનો મૃતદેહ બળેલી હાલતમાં મળ્યો હતો.

દેશમાં એક પછી એક રુંવાટા ઉભા થઈ જાય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના જામનગરમાંથી સામે આવી છે. જામનગરના નાંઘેડીમાં 36 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર યુવકની હત્યા કર્યા બાદ યુવકને ખાટલામાં સળગાવ્યો હતો.

યુવકનો મૃતદેહ બળેલી હાલતમાં મળ્યો હતો. માત્ર એક પગનો ભાગ જ મળી આવ્યો હતો. જેના પગલે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે જુદી-જુદી ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનાની તપાસ DySPની દેખરેખ હેઠળ થઈ રહી છે. આ યુવકની હત્યા કોણે કરી ? આરોપી અને યુવક વચ્ચે શું સબંધ છે ? જેની કોઈ પણ જાણીકારી મળી નથી. પરંતુ મૃતકના નજીકના લોકોએ જ આ કૃત્ય કર્યું હોવાની પોલીસને શંકા છે.