Surat : AMNS કંપનીને દબાણ માટે 18 કરોડનો દંડ ફટકારાયો, જુઓ Video
સુરતમાં AMNS કંપનીને દબાણ માટે 18 કરોડનો દંડ ફટકારાયો છે. AMNS કંપનીએ ગેરકાયદે બનાવેલી 100 મીટરની દિવાલ તોડી પાડવામાં આવી છે. કલેકટરે કાંઠા વિસ્તારમાં દબાણ હટાવવા કાર્યવાહી શરુ કરી છે.
ગુજરાતમાં ગેરકાયદેસર જમીન પર કરેલા બાંધકામ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે સુરતમાં AMNS કંપનીને દબાણ માટે 18 કરોડનો દંડ ફટકારાયો છે. AMNS કંપનીએ ગેરકાયદે બનાવેલી 100 મીટરની દિવાલ તોડી પાડવામાં આવી છે. કલેકટરે કાંઠા વિસ્તારમાં દબાણ હટાવવા કાર્યવાહી શરુ કરી છે. હજીરા, મોરા ત્રણ રસ્તા નજીક આ દીવાલ ચણી દેવાઈ હતી.
18 કરોડનો દંડ ફટકારાયો
સરકારી જમીન પર હોટલ ધાબા સહિત 100 જેટલા દબાણો દૂર કરાયા છે. 52 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. ખુલ્લી કરાયેલી જમીનની બજાર કિંમત આશરે 32 કરોડથી વધુ છે. ચોર્યાસી મામલતદાર દ્વારા પર મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હજુ પણ દબાણને લઈ દંડ ફટકારવામાં આવી શકે છે તેવું મામલતદારનું કહેવું છે. મોટા પ્રમાણમાં દબાણો કંપની અને સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા છે.