રાજ્યભરની શાળાઓની કફોડી સ્થિતિ, છેલ્લા 2 વર્ષમાં 151 શિક્ષકો રહ્યા ગેરહાજર, જુઓ Video

|

Aug 13, 2024 | 2:58 PM

રાજ્યભરની શાળાઓમાં છેલ્લા 2 વર્ષમાં 3 માસ કરતા વધુ સમય ગેરહાજર રહ્યાં હોય તેવા 151 શિક્ષક છે. જેમાંથી 60 શિક્ષકો વિદેશ પ્રવાસ પર જતા રહ્યાં છે. તો 70 શિક્ષકો બિન અધિકૃત રીતે ગેરહાજર હોવાનું પણ સામે આવ્યુ છે.

રાજ્યભરમાં શાળાઓની કફોડી સ્થિતિ જોવા મળી છે. રાજ્યભરની શાળાઓમાં છેલ્લા 2 વર્ષમાં 3 માસ કરતા વધુ સમય ગેરહાજર રહ્યાં હોય તેવા 151 શિક્ષક છે. જેમાંથી 60 શિક્ષકો વિદેશ પ્રવાસ પર જતા રહ્યાં છે. તો 70 શિક્ષકો બિન અધિકૃત રીતે ગેરહાજર હોવાનું પણ સામે આવ્યુ છે. તેમજ રાજ્યના 18 શિક્ષકો માંદગીના કારણે ગેરહાજર હોવાનો ખુલાસો થયો છે.

પ્રાપ્તથતી માહિતી અનુસાર અન્ય 3 શિક્ષક પર પોલીસ કેસ હોવાના કારણે ગેરહાજર હોવાનું સામે આવ્યુ છે. રાજ્યમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં 16 શિક્ષકો ગેરહાજર છે. બીજી તરફ ગાંધીનગરમાં 15 શિક્ષક ગેરહાજર હોવાનું સામે આવ્યુ છે.

ગુરુજીઓ ચાલુ પગારે માણે છે વિદેશની મજા !

બીજી તરફ સુરતમાં શિક્ષણ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં મોટા ખુલાસા થયા છે. સુરતના 3 શિક્ષક 6 મહિનાથી ચાલુ પગારે વિદેશ ગયા હોવાની માહિતી સામે આવી છે. વિદેશ ગયેલા 3 શિક્ષકોને શિક્ષણ સમિતિ દ્વારા નોટિસ આપવામાં આવી છે. તેમજ વર્ગોમાં ભણાવવા નહીં જનારા 100 શિક્ષકોના ‘ક્લાસ’ લેવાશે.

Published On - 2:57 pm, Tue, 13 August 24

Next Video