Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં દરોડામાં ઘરમાંથી મળી 40 કિલો ચાંદી, રોકડ ગણવા તો મશીન મગાવવુ પડ્યુ, જુઓ Video

| Updated on: Dec 21, 2024 | 9:47 AM

ભોપાલમાં આવકવેરા વિભાગે કરેલા દરોડામાં પૂર્વ પરિવહન વિભાગના અધિકારીના ઘરેથી 40 કિલો ચાંદી અને મોટી રકમ રોકડા મળ્યા છે. આ પહેલાં, સૌરભ શર્માના ખાસ મનાતા ચંદન સિંહના કારમાંથી 52 કિલો સોનું અને 10 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. કુલ મળીને 50 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તપાસ ચાલુ છે.

મધ્યપ્રદેશના ભોપાલમાં આવકવેરા વિભાગે પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં પાડેલી રેડમાં ખૂબ મોટા પ્રમાણમાં સોના-ચાંદી અને રોકડ રકમ મળી આવ્યા છે.ગઇકાલે મેંદોરી ગામના જંગલમાંથી એક ત્યજી દેવાયેલી કારમાંથી લગભગ 52 કિલો સોનું અને કરોડો રૂપિયાની કિંમતના બંડલ મળી આવ્યા હતા. સોનાની કિંમત 40.47 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. 10 કરોડની રોકડ પણ મળી આવી છે.

ઘરમાંથી 40 કિલો ચાંદીની ઈંટો મળી

આ કાર પરિવહન વિભાગના પૂર્વ અધિકારી સૌરભ શર્માના ખાસ મનાતા ચંદન સિંહની કાર હોવાનું સામે આવ્યુ છે. જે પછી પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં દરોડા પાડતા ઘરમાં થયેલી કાર્યવાહીનો વીડિયો સામે આવ્યો છે. પરિવહન વિભાગના પૂર્વ અધિકારી સૌરભ શર્માને ત્યાં રેડ પાડતા ઘરમાંથી 40 કિલો ચાંદી મળી આવી છે.સૌરભ શર્માએ ઘરમાં જમીનની અંદર ચાંદીની ઈંટો દાટી રાખી હતી.જે પછી ઘરમાંથી એટલી રોકડ મળી કે ગણતરી માટે મશીન મંગાવવા પડ્યા છે.

અગાઉ કારમાંથી મળ્યુ હતુ 52 કિલો સોનું

આ પહેલા સૌરભ શર્માના ખાસ મનાતા ચંદન સિંહની કારમાંથી સોનું મળ્યું હતું. કાર ભોપાલ પોલીસ અને આવકવેરા વિભાગે રતીવાડ વિસ્તારમાં સ્થિત મેંદોરીના જંગલોમાંથી મળી આવી હતી. આ કાર પર RTO લખેલું હતુ. આટલું સોનું અને રોકડ જોઈને અધિકારીઓ ચોંકી ગયા હતા. હાલમાં અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.

ડીસીપી ભોપાલ ઝોન-1 પ્રિયંકા શુક્લાએ જણાવ્યું હતું કે, “અમને માહિતી મળી હતી કે રતીવા઼ડ વિસ્તારના મેંદોરીના જંગલમાં એક કાર ત્યજી દેવાયેલી છે. ત્યાં પહોંચીને ખબર પડી કે કારની અંદર લગભગ 7 બેગ હતી. બેગની તપાસ કરવામાં આવી તો તેમાંથી 52 કિલો સોનું અને પૈસાના બંડલ મળી આવ્યા. આ કાર ગ્વાલિયરના રહેવાસીના નામે નોંધાયેલી છે.

Published on: Dec 21, 2024 09:47 AM