દ્વારકાની યમુના મહારાણીજીની હવેલીમાં “રમતો દીવો” ભક્તો માટે બન્યુ આકર્ષણનું કેન્દ્ર, જુઓ VIDEO

| Edited By: | Updated on: Dec 20, 2022 | 10:31 AM

યમુનાજીના રમતા દીવાના દર્શન દર વર્ષે અષાઢ માસમાં બંધ થઈ જાય છે. જે ચાર માસ પછી દેવઉઠી અગિયારસથી ફરીથી શરૂ થાય છે. આ હવેલી ખાતે વિવિધ દર્શનોની ઝાંખી કરવા મોટી સંખ્યામાં વૈષ્ણવો ગુજરાતભરમાંથી નિયમિત આવે છે.

દ્વારકાના ખંભાળિયામાં આવેલા સુપ્રસિદ્ધ યમુના મહારાણીજી હવેલી ખાતે દૈનિક મોટી સંખ્યામાં વૈષ્ણવો દર્શનાર્થે આવે છે. હવેલીમાં દર રવિવારે યમુના મહારાણીજીના સન્મુખ રમતો દીવો શ્રદ્ધાળુઓમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. યમુનાજીની સન્મુખ પ્રગટાવેલો દીવો એક સ્થળેથી બીજી જગ્યાએ જતો હોવાનું જોઈ શકાય છે. દીવો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોવાનું સ્પષ્ટ રીતે નિહાળી શકાય છે. દીવા સાથે ઝાંઝરનો ઝણકાર પણ સાંભળી શકાતો હોવાનો હવેલીના મુખ્યાજી દાવો કરે છે.

દીવાનું પ્રસ્થાન અને ઝાંઝરનો ઝણકાર !

યમુનાજીના રમતા દીવાના દર્શન દર વર્ષે અષાઢ માસમાં બંધ થઈ જાય છે. જે ચાર માસ પછી દેવઉઠી અગિયારસથી ફરીથી શરૂ થાય છે. આ હવેલી ખાતે વિવિધ દર્શનોની ઝાંખી કરવા મોટી સંખ્યામાં વૈષ્ણવો ગુજરાતભરમાંથી નિયમિત આવે છે. જો કે ટીવી નાઈન આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી.

Published on: Dec 20, 2022 08:17 AM