Vadodara: ડભોઈમાં MGVCLની બેદરકારીને લઈ ખેડૂતોને મુશ્કેલી, ખેતરથી ફક્ત 6 ફૂટ ઉંચા વીજ વાયરથી ખેડૂતોમાં ભય, જુઓ Video

author
| Edited By: | Updated on: Oct 08, 2023 | 5:04 PM

વડોદરા ડભોઇના રાજલી-અંગુઠણ ગામમાં ખેડૂતોને કેટલીક મુશ્કેલીઓનો સ્મનો કરવો પડી રહ્યો છે. MGVCLની બેદરકારીને કારણે આ વિસ્તારમાં વીજ વાયરો જમીનથી 6 ફૂટ ઉંચા હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. ખેડૂતોને ખેતરમાં જતા સમયે પણ વીજ કરંટ લાગવાનો ભય સતાવી રહ્યો છે. અનેક વાર ખેડૂતોએ રજૂઆત કરી છતાં કોઈ ઉકેલ ન લવાયો હોવાનો આક્ષેપ છે.

વડોદરામાં ડભોઇના રાજલી-અંગુઠણ ગામમાં MGVCLની બેદરકારી સામે આવી છે. MGVCLના વીજ વાયરો જમીનથી 6 ફૂટ ઉંચા હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. ખેડૂતોને ખેતરમાં જતા સમયે વીજ કરંટ લાગવાનો ભય સતાવી રહ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન લવાયો હોવાનો પણ આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે. વીજ વાયરો ઊંચા નહીં થાય તો ખેતીમાં મોટું નુકસાન થવાની ભીતિ પણ સેવાય રહી છે.

આ પણ વાંચો : Vadodara: ‘તમારી સેનાને જાણો’ અંતર્ગત યોજાયું લશ્કરી સાધનોનું પ્રદર્શન-જુઓ Photos

મહત્વનું છે કે અનેક વાર એવા બનાવો બન્યા છે. જેમાં વીજ વાયરોના કારણે ખેડૂતોના મોત થાય છે. તો બીજી તરફ આ વાયરો ખેતર માંથી પસાર થતાં હોય તો ક્યારેક ખેતરોમાં આગા લાગવાનો પણ બનાવ બન્યો છે. જે બાદ ખેડૂતોએ માસ મોટું ખેતીને લઈને નુકશાન વેઠવાનો વારો આવે છે. જેને લઈ હવે દભોઈમાં MGVCLની બેદરકારીને લઈ ખેડૂતો રોષે ભરાયા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 08, 2023 05:03 PM