VIDEO : ધોધમાર વરસાદને પગલે ઉપલેટાની મોજ નદી ગાંડીતૂર, કોઝ-વે પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી

| Edited By: | Updated on: Sep 15, 2022 | 1:05 PM

સતત વરસાદને (Rain) કારણે મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઇ ગઢાળા ગામની મોજ નદી ગાંડીતૂર બની છે.

રાજકોટના ઉપલેટામાં (Upleta) સતત વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદને કારણે મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.જેને લઇ ગઢાળા ગામની મોજ નદી ગાંડીતૂર બની છે.મોજ ડેમમાંથી (Moj dam) પાણી છોડવામાં આવતા નદી ગાંડીતૂર બની છે.નદીમાં પાણીનું સ્તર વધતા ગઢાળાથી પસાર થતી મોજ નદી પરનો કોઝ-વે પાણીમાં ગરકાવ થયો છે.જેને કારણે ગઢાળાથી ખાખી જાડિયા તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

રસ્તો બંધ થતાં સ્થાનિકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે.તો બીજી તરફ સ્થાનિકોનો આક્ષેપ છે કે દર ચોમાસે (Monsoon 2022) તેમના ગામમાં આ સ્થિતિનું નિર્માણ થાય છે.નદી પર કોઝવે ઉંચો કરવા વારંવાર રજૂઆત કરવામાં આવી છે.છતાં હજી સુધી કોઇ ઉકેલ લાવવામાં આવ્યો નથી.

નીચાણવાળા વિસ્તારમાં આવેલા 22 ગામને એલર્ટ

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર -1 ડેમ (Bhadar-1 Dam) પાણીથી છલોછલ થઈ ગયો છે.જેના કારણે ડેમના 18 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમમાં (Dam overflow) પાણીની ભરપૂર આવક થઈ રહી છે  ડેમમાં 32896 ક્યુસેક પાણીની આવક સામે 32896 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ રહી છે.નવા નીરની આવકને પગલે નીચાણવાળા વિસ્તારમાં આવેલા 22 ગામને એલર્ટ (Alert) આપવામાં આવ્યું છે. નદીના પટમાં ન જવા તેમજ ઢોરઢાંખરને નદીના પટમાં ચરાવવા ન લઇ જવા માટે સૂચના આપવામાં આવી છે.મહત્વનું છે કે, સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ ગણાતો ભાદર- 1 જળાશય પાણીથી ભરપૂર થતા હવે પીવાના પાણીની તેમજ ખેતી માટેના સિંચાઇના પાણીની ચિંતા હળવી થઈ ગઈ છે.

Published on: Sep 15, 2022 01:04 PM