આજનું હવામાન : ઉત્તરાયણ પર બેવડી ઋતુની આગાહી, આ વિસ્તારમાં પડી શકે છે માવઠુ, જુઓ Video

| Updated on: Jan 11, 2025 | 7:52 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહે તેવી સંભાવના છે. જો આગામી 24 કલાકની વાત કરવામાં આવે તો લઘુતમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થશે. પૂર્વ અને દક્ષિણ દિશા તરફના પવનોના લીધે ઠંડી ઘટશે. તો 12 જાન્યુઆરી બાદ ફરી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તરાયણ પછી ગુજરાતવાસીઓને ઠંડીથી રાહત મળી શકે છે. 14 થી 16 જાન્યુઆરી પછી ઠંડીના તાપમાનમાં ઘટાડો થાય તેવી સંભાવના છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઠંડી ઘટશે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ઠંડીનો ચમકારો ઘટશે.

અમદાવાદ- ગાંધીનગરનું લઘુતમ તાપમાન વધી શકે છે. દિવસ દરમિયાન ગરમી રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થાય તેવી પણ સંભાવના છે. તો કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીથી વધુ રહે તેવી સંભાવના છે.