Kheda : નડિયાદ રેલવે સ્ટેશનને વર્લ્ડ કલાસ બનાવવાની કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ડબલ એન્જિન સરકારને લીધે સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. તેમજ આ ભૂમિ સરદાર પટેલની ભૂમિ છે. દેશના નિર્માણમાં સરદાર પટેલનું યોગદાન અમૂલ્ય છે ત્યારે આ લાગણી અને માગણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહોંચાડી તો માત્ર બે કલાકમાંમાં જ વડાપ્રધાને નિર્ણય લઈ નડિયાદ રેલવે સ્ટેશનને(Nadiad)વર્લ્ડ કલાસ સ્ટેશન બનાવવાનો નિર્ણય લીધો છે.
ગુજરાતમાં(Gujarat) ભાજપ દ્વારા આયોજિત ગુજરાત ગૌરવ યાત્રાના(Gujarat Gaurav Yatra)અનેક કેન્દ્રીય મંત્રીઓ જોડાઈ રહ્યા છે. જેમાં આજે ખેડા જિલ્લામાં વીર ભાથીજીની ભૂમિ પર કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ,રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સહિત પ્રદેશ ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગુજરાત ગૌરવ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતી. જેમાં ભાજપ સરકાર અને સંગઠન પ્રેરિત ગુજરાત ગૌરવ યાત્રા ઉનાઈથી આજે ભાથીજી મહારાજની વિરભૂમિ ફાગવેલ આવી પહોંચી હતી,જ્યાં ગૌરવ યાત્રાનું દબદબાભેર સ્વાગત સાથે સમાપન થયું હતું.
આ પ્રસંગે યોજાયેલી જાહેરસભા પૂર્વે ગૌરવ યાત્રામાં જોડાયેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ડબલ એન્જિન રકારને લીધે સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. તેમજ આ ભૂમિ સરદાર પટેલની ભૂમિ છે. દેશના નિર્માણમાં સરદાર પટેલનું યોગદાન અમૂલ્ય છે ત્યારે આ લાગણી અને માગણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહોંચાડી તો માત્ર બે કલાકમાંમાં જ વડાપ્રધાને નિર્ણય લઈ નડિયાદ રેલવે સ્ટેશનને(Nadiad)વર્લ્ડ કલાસ સ્ટેશન બનાવવાનો નિર્ણય લીધો છે.તેની સાથે બુલેટ ટ્રેનનું કામ પણ 96 કિલોમીટર જેટલું પૃરું થયું છે.તેને આગામી સમયમાં ખૂબ ઝડપથી પૂરું થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર કટિબદ્ધ છે.ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઇ અને સ્થાનિક નેતાઓ,કાર્યકરો અને જનતાએ નડિયાદ રેલવે સ્ટેશનને વર્લ્ડ કલાસ સ્ટેશન બનાવવા માંગણી કરી હતી.