બનાસકાંઠાના તાલીમી PSIએ રજા મેળવવા માટે તરકટ રચ્યું, ભાંડો ફૂટતા પોલીસ ફરિયાદ નોંધાઈ

|

Feb 09, 2024 | 10:51 PM

કરાઈ પોલીસ તાલીમ એકેડમીમાં તાલીમ મેળવી રહેલા વર્ષ 2023 ની બેચના તાલીમાર્થી પીએસઆઈએ નોકરી શરુ કરતા અગાઉ જ તરકટ રચી દીધું હતુ. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સાગરા ગામનો તાલીમાર્થી PSI મુન્ના હમીરભાઈ આલે પોતાના સગાઈ હોવાની ખોટી કંકોત્રી છપાવી હતી.

ગાંધીનગરના કરાઈ પોલીસ તાલીમ એકેડમીમાં તાલીમ મેળવી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે રજા મેળવવા માટે તરકટ રચવાને લઈ ફરજ મોકુફ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સાગરા ગામનો તાલીમાર્થી PSI મુન્ના હમીરભાઈ આલે પોતાના સગાઈ હોવાની ખોટી કંકોત્રી છપાવી હતી. જેને લઈ આ મામલે પ્રાથમિક તપાસમાં જ મામલો અલગ જ હોવાની આશંકા થતા ડભોડા પોલીસ મથકે ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચો: સાબરડેરી ચૂંટણીઃ ગાય, ભેંસ કે બકરી નહીં તોય દૂધ મંડળીમાં સભાસદ! પૂર્વ ચેરમેન સામે તપાસની માંગ કરાઈ

કરાઈ પોલીસ તાલીમ એકેડમીમાં તાલીમ મેળવી રહેલા વર્ષ 2023 ની બેચના તાલીમાર્થી પીએસઆઈએ નોકરી શરુ કરતા અગાઉ જ તરકટ રચી દીધું હતુ. આ માટે પોતાની સગાઈ કંકોત્રી છપાવી દીધી હતી. જે બોગસ જ છાપીને રજૂ કરી હતી. જેમાં ગત ડીસેમ્બરની પહેલી તારીખે સગાઈ હોવાનું અને એ નિમિત્તે ભોજન સમારંભ રાખેલ હોવાનું કહી રજા મંજૂર કરવા માટે અરજી કરી હતી. જે અનુસંધાને રજા પણ મંજૂર થઈ ગઈ હતી. જોકે બાદમાં આ મામલે આશંકા જન્મતા જેની તપાસ પીઆઈ એચબી વાઘેલાને સોંપવામાં આવી હતી. આ દરમિયાન અગાઉ પણ ગેરશિસ્ત તાલીમ દરમિયાન આચરી હોવાનું જાણમાં આવતા તાલીમાર્થી પીએસઆઈ આલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video