હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર – સોમનાથમાં વરસાદ પડે તેવી શક્યતા છે. બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમની ગુજરાત પર અસર નહીં થાય છે. બંગાળની ખાડીમાં 23 ઓક્ટોબરની આસપાસ ચક્રવાત સર્જાઈ શકે છે. તેમજ વાવાઝોડાની અસર ગુજરાત પર નહીં થાય.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં ‘દાના’ ચક્રવાત ત્રાટકવાની શક્યતા છે. ચક્રવાતને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. 23 થી 26 ઓક્ટોબર વચ્ચે ચક્રવાત સર્જાઇ શકે છે. ગુજરાતમાં ‘દાના’ ચક્રવાતની અસર નહીંવત રહેશે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે.