આજનું હવામાન : ગુજરાતમાં વંટોળ સાથે વરસાદની આગાહી, આ વિસ્તારમાં ધોધમાર વરસાદની સંભાવના, જુઓ Video

| Updated on: Oct 17, 2024 | 10:48 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ફરી એકવાર કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વંટોળ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. જો આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથમાં વરસાદની આગાહી છે. આ તરફ મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, નર્મદા, સુરત, નવસારી અને વલસાડ વરસાદ પડી શકે છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન ?

બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, બોટાદ, ગાંધીનગર,જુનાગઢ, ખેડા, મહીસાગર, મોરબી, પાટણ, વડોદરા, સુરેન્દ્રનગર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તાપી, સુરત,રાજકોટ,નવસારી, નર્મદા, જામનગર, અરવલ્લી, ભાવનગર,દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

Published on: Oct 17, 2024 10:15 AM