ગુજરાત પરથી વાવાઝોડા આસનાનો ખતરો ટળ્યો, શનિવારથી વાતાવરણ થશે ખુલ્લું

| Edited By: | Updated on: Aug 30, 2024 | 8:09 PM

વાવાઝોડુ આસના હાલમાં ભૂજથી 240 કિલોમીટર દૂર પશ્ચિમ દિશામાં છે અને હજુ પણ તે ગુજરાતના કચ્છના દરિયાકાંઠાથી પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે. આજે 30મી ઓગસ્ટની રાત્રે અને 31મી ઓગસ્ટના વહેલી સવારે આસના વાવાઝોડુ તેની તિવ્રતા ઉપર હશે.

ગુજરાતને અતિશય ભારે વરસાદથી ધમરોળનાર ડિપ ડિપ્રેશન, કચ્છ પહોચીને વાવાઝોડા આસનામાં પરિવર્તિત થયું છે. જો કે, આસના વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળ્યો હોવાનું હવામાન વિભાગના જાણકાર પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે. તો હવામાન વિભાગનું કહેવું છે કે, વાવાઝોડુ આસના કચ્છના દરિયાકાંઠા, પાકિસ્તાન અને અરબ સમુદ્રમાં પ્રતિ કલાકના 12 કિલોમીટરની ઝડપે ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે.

વાવાઝોડુ આસના હાલમાં ભૂજથી 240 કિલોમીટર દૂર પશ્ચિમ દિશામાં છે અને હજુ પણ તે ગુજરાતના કચ્છના દરિયાકાંઠાથી પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે. આજે 30મી ઓગસ્ટની રાત્રે અને 31મી ઓગસ્ટના વહેલી સવારે આસના વાવાઝોડુ તેની તિવ્રતા ઉપર હશે. જો કે આસના વાવાઝોડાને કારણે આ સમયગાળા દરમિયાન 70થી 80 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે. જેની અસર હેઠળ કચ્છ જિલ્લામાં હળવો વરસાદ થવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગુજરાત આવતી કાલ શનિવારે સંપૂર્ણ પણે આ સિસ્ટમની અસરમાંથી મુક્ત થઈ જશે અને આવતીકાલથી  જ સમગ્ર ગુજરાતમા વાતાવરણ ખુલ્લું થશે અને વરાપનો માહોલ જોવા મળશે.