Dang Rain : મેઘરાજા મહેરબાન થતા જ ડાંગ જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી, સાપુતારામાં લોકો મજા માણી – જુઓ Video
મેઘરાજા મહેરબાન થતા જ ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ગાઢ ધુમ્મસ વચ્ચે સર્પગંગા તળાવ વાદળોથી ઘેરાયું છે. તેમજ ધુમ્મસ વચ્ચે પ્રવાસીઓએ મોર્નિંગ વોકનો આનંદ માણ્યો છે.
મેઘરાજા મહેરબાન થતા જ ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ગાઢ ધુમ્મસ વચ્ચે સર્પગંગા તળાવ વાદળોથી ઘેરાયું છે. તેમજ ધુમ્મસ વચ્ચે પ્રવાસીઓએ મોર્નિંગ વોકનો આનંદ માણ્યો છે. ગુજરાતભરના મોટાભાગના લોકો ચોમાસાની ઋતુમાં સાપુતરા ફરવા જતા હોય છે. સાપુતરામાં લોકો પ્રકૃતિની આનંદ માણતા જોવા મળે છે.
અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આજે સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ તરફ નર્મદા, ભરૂચ, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની અગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં મેઘ મહેર થવાની સંભાવના છે. ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદમાં પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી હતી.