જુનાગઢની 120 વર્ષ જૂની બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ છેલ્લા ચાર વર્ષથી બંધ, વિદ્યાર્થીઓને હાલાકી, મેઘાણી પણ કરી ચુક્યા છે અહીં અભ્યાસ
જુનાગઢની ઓળખ સમાન રાજાશાહી સમયની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ છેલ્લા ચાર વર્ષથી બંધ હાલતમાં છે. આ હોસ્ટેલ જર્જરીત થતા તેને મરમ્મતની જરૂ રછે. પરંતુ તંત્રને જાણે તેના સમારકામમાં કોઈ રસ જ નથી. છેલ્લા 4 વર્ષથી હોસ્ટેલ બંધ હોવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે અને ગરીબ વિદ્યાર્થીઓ પૈસા ખર્ચી ખાનગી હોસ્ટેલમાં રહેવા મજબુર બન્યા છે.
જૂનાગઢની ઓળખ સમાન ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ 120 વર્ષ જૂની છે. જે હાલ જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે. ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ છેલ્લા ચાર વર્ષથી બંધ છે. હોસ્ટેલ હાલ સમારકામ માગી રહી છે અને સમારકામના કારણે બંધ હાલતમાં છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહે છે. દૂર દૂરથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બંધ હોવાથી હાલાકીનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓને રહેવા માટે ખાનગી હોસ્ટેલનો સહારો લઈ મોટી રકમ ચૂકવવી પડે છે.
મહત્વનું છે કે બહાઉદ્દીન કોલેજની આ હોસ્ટેલમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પણ અહીં અભ્યાસ દરમિયાન રહી ચૂક્યા છે. ત્યારે છેલ્લા ચાર વર્ષથી હોસ્ટેલ બંધ હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓને આશ લગાવીને બેઠા છે કે વહેલી તકે હોસ્ટેલ શરૂ થાય. જેને લઈને બહાઉદ્દીન આર્ટસ કોલેજના આચાર્ય પુછવામાં આવ્યું તો કહ્યું કે હોસ્ટેલનું કામ વહેલી તકે પૂર્ણ થાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા છે અને આગામી 2થી 3 મહિનામાં હોસ્ટેલ ફરી શરૂ કરી દેવાશે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો