મહેસાણાના કડીમાં ત્રણ ગોડાઉનમાં ભરેલ શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો, પોલીસે હાથ ધરી તપાસ, જુઓ વીડિયો
કડી જીઆઈડીસીમાં શંકાસ્પદ અનાજનો જથ્થો ગોડાઉનમાં ભરવામાં આવેલો હોવાને લઈ સ્થાનિક પોલીસના અધિકારીઓ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. મોટા પ્રમાણમાં ઘઉં અને ચોખાનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. આ જથ્થાને મિક્સ કરીને અલગ પેકિંગ તૈયાર કરવામાં આવતા હોવાની આશંકા ને લઈ તપાસ શરુ કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લામાંથી શંકાસ્દ અનાજનો જથ્થો ઝડપાયો છે. પોલીસ દ્વારા બાતમી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો અને તેને જપ્ત કરવામાં આવ્યો છે. કડી જીઆઈડીસીમાં શંકાસ્પદ અનાજનો જથ્થો ગોડાઉનમાં ભરવામાં આવેલો હોવાને લઈ સ્થાનિક પોલીસના અધિકારીઓ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. મોટા પ્રમાણમાં ઘઉં અને ચોખાનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. આ જથ્થાને મિક્સ કરીને અલગ પેકિંગ તૈયાર કરવામાં આવતા હોવાની આશંકા ને લઈ તપાસ શરુ કરવામાં આવી છે.
સ્થળ પર દરોડો પાડવમાં આવતા જ ત્રણ જેટલા ગોડાઉનમાં ભરેલો 600 બોરી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. અહીં સરકારી માર્કા વાળા કોથળા પણ સ્થળ પર હાજર હોવાને લઈ પોલીસે તપાસ શરુ કરી છે. આ અંગે હવે આ જથ્થો ક્યાંથી આવ્યો અને કેવી રીતે અહીં પહોંચ્યો સહિત તેના હિસાબ અંગેની પણ જાણકારી કડી પોલીસ દ્વારા મેળવવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તપાસ હવે હાથ ધરાઈ છે.
આ પણ વાંચો: હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી કરાઈ, ચાંદીપુરા વાઇરસને લઈ તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો