મધ્યાહન ભોજન આરોગ્યા બાદ વિદ્યાર્થીઓની જીભ કાળી પડી ગઈ, 50 બાળકોને અસર

| Edited By: | Updated on: Jan 10, 2024 | 5:10 PM

પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન દ્વારા વિદ્યાર્થીઓને પોષણ મળી રહે અને શારીરિક વિકાસ સારો થાય એવો હેતુ હોય છે. પરંતુ ક્યારેક એવા પણ બનાવ સામે આવે છે, કે જેમાં વિદ્યાર્થીઓને સમસ્યા સર્જાઈ જતી હોય છે. જેમાં વિદ્યાર્થીઓને ભોજન લીધા બાદ સમસ્યા સર્જાતી હોય છે. આવો જ બનાવ બનાસકાંઠા જિલ્લામાંથી આવી જ સમસ્યા સામે આવી છે.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની મોટી ડિંડોલ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનની ખીચડી ખાધા બાદ વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. બાળકોને જીભ કાળી પડી જવા પામી હતી. જેને લઈ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મધ્યાહન ભોજનના સંચાલક સહિત વાલીઓ પણ ચિંતામાં મુકાઈ જવા પામ્યા હતા. જેને લઈ તુરત સ્થાનિક આરોગ્ય વિભાગને જાણ કરાતા તબિબોની ટીમો શાળાએ દોડી આવી હતી.

આ પણ વાંચો: લક્ષદ્વીપના પ્રશાસકે સુંદર સ્થળને વિકસાવતા પહેલા ગુજરાતના આ શહેરની કાયાપલટ કરી હતી, જુઓ

સ્થાનિક ધોરણે જ મોટાભાગના વિદ્યાર્થીઓને સારવાર અપાઈ હતી. લગભગ 50 જેટલા વિદ્યાર્થીઓને અસર પહોંચી હતી. જેમાંથી પાંચેક વિદ્યાર્થીઓને સ્થાનિક સીએચસી ખાતે સારવાર માટે લઈ જવાયા હોવાનું તબીબે જણાવ્યું હતુ. વાલીઓએ આ ઘટનાને લઈ રોષે ભરાઈને ઘટના અંગે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 10, 2024 05:10 PM