મહિસાગરમાં મનરેગા યોજનામાં કૌભાંડ, શ્રમિકોના સ્થાને JCBથી કામગીરી, વગર મજૂરીએ વેપારી માલામાલ

|

Aug 22, 2024 | 8:06 PM

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામે મનરેગા હેઠળ ચેકડેમ ઉંડા કરવાની કામગીરી કરવામાં આવી. જોકે આ કામગીરી સ્થળ પર નહીં પરંતુ કાગળ પર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે અનિલ મોદી નામના કરિયાણાના વેપારીના ખાતામાં મજૂરીના રૂપિયા 22 હજાર જમા થયા.

વડોદરા અને મહેસાણા બાદ હવે મહીસાગરમાં મનરેગા યોજનામાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામે મનરેગા હેઠળ ચેકડેમ ઉંડા કરવાની કામગીરી કરવામાં આવી. જોકે આ કામગીરી સ્થળ પર નહીં પરંતુ કાગળ પર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે અનિલ મોદી નામના કરિયાણાના વેપારીના ખાતામાં મજૂરીના રૂપિયા 22 હજાર જમા થયા. અનિલ મોદી વ્યવસાયે દુકાનદાર છે, તેઓ કે એમનો પરિવાર ક્યારેય મજૂરીએ નથી ગયા. તેમ છતાં મનરેગા યોજના હેઠળ તેમના બેંક ખાતામાં રૂપિયા 22 હજાર જમા થયા હતા.

અનિલ મોદીના ખાતામાં રૂપિયા જમા થયા બાદ કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો. સ્થાનિકોનો દાવો છે કે જ્યાં મનરેગા હેઠળ કામગીરી કરવાની હતી તે સ્થળો પર JCBથી ખોદકામ જ કરાયું છે. ખોદકામ માટે એકપણ મજૂરને કામ સોંપવામાં આવ્યું નથી. તળાવ પણ ઉંડુ ન કરવામાં આવ્યાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે.

Next Video