અમદાવાદમાં પાલડી જૈન નગર નજીક રૂપિયા 15 લાખની લૂંટ, પોલીસે તપાસ હાથ ધરી, જુઓ Video

|

Sep 05, 2024 | 7:37 PM

અમદાવાદના પાલડી જૈન નગર નજીક આવેલી આંગડિયા પેઢીમાંથી પૈસા લઈને બહાર આવેલા વેપારી સાથે બાઇકસવાર બે યુવકોએ ઝઘડો કર્યો હતો અને આ દરમિયાન તકનો લાભ ઉઠાવી લૂંટને અંજામ આપી આ બાઈકસવાર લૂંટારુઓ ફરાર થયા હતા.

અમદાવાદ શહેરમાં અવારનવાર લૂંટની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે આવી જે વધુ એક ઘટના સામે આવી છે. શહેરના પાલડી જૈન નગર નજીક 15 લાખની લૂંટ થઈ હોવાની માહિતી મળી છે. આંગડિયા પેઢીમાંથી પૈસા લઈને નીકળેલા વેપારી સાથે આ ઘટના બની હતી.

મળતી માહિતી અનુસાર, પાલડી જૈન નગર નજીક આવેલી આંગડિયા પેઢીમાંથી પૈસા લઈને બહાર આવેલા વેપારી સાથે બાઇકસવાર બે યુવકોએ ઝઘડો કર્યો હતો અને આ દરમિયાન તકનો લાભ ઉઠાવી લૂંટને અંજામ આપી આ બાઈકસવાર લૂંટારુઓ ફરાર થયા હતા. ગઇ કાલે સાંજે લૂંટની ઘટના બની હોવાની માહિતી મળતા જ પાલડી પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આસપાસના CCTVની મદદથી તપાસ હાથ ધરી છે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video