Rajkot: 13 વર્ષીય સગીરાની હત્યાના કેસમાં મોટો ખુલાસો, પરિચીતે જ સગીરાની કરી હતી હત્યા

| Edited By: | Updated on: Jul 02, 2023 | 11:36 AM

રાજકોટમાં 27 જૂનના રોજ અમદાવાદ હાઈવે પર યુવરાજનગર વિસ્તારમાં રહેતી સગીરાની અમૂલ ઇન્ડસ્ટ્રીઝની બંધ લેથ મશીનના કારખાનામાંથી લાશ મળી આવી હતી. આ કેસમાં હવે મોટો ખુલાસો થયો છે.

Rajkot: રાજકોટમાં 27 જૂનના રોજ અમદાવાદ (Ahmedabad) હાઈવે પર યુવરાજનગર વિસ્તારમાં રહેતી સગીરા ગુમ થઇ ગઇ હતી. જેની આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી અમૂલ ઈન્ડસ્ટ્રીઝની બંધ લેથ મશીનના કારખાનામાંથી સગીરાની લાશ મળી આવી હતી. આ કેસમાં હવે માટો ખુલાસો થયો છે.

આ પણ વાંચો Breaking News: રાજકોટમાં સગીરાની હત્યાને લઇને મોટા સમાચાર, SITએ શકમંદને પકડી પાડ્યો

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે હત્યા કરનાર શખ્સ કિશોરીનો પરિચીત જ હતો. ગોંડલનો આ કુખ્યાત શખ્સ કિશોરીના ઘરે આવતો જતો હતો. 27 તારીખે કિશોરી જ્યારે અમૂલ ઇન્ડસ્ટ્રીઝ પહોંચી ત્યારે તેની પાસે અઘટિત માંગણી કરી હતી. કિશોરીએ માંગણી ના સ્વીકારતા તેની હત્યા કરી હતી.

પોલીસ 40થી વધુ શકમંદો સામે તપાસ કરી રહી હતી. આ શખ્સ સુધી પોલીસ પહોંચે તે પહેલા તેણે મોબાઇલ સ્વિચઓફ કરી દેતા પોલીસના શંકાના દાયરામાં આવી ગયો હતો. જે બાદ પોલીસે તેને ઝડપી પાડતા સમગ્ર ગુનાનો પર્દાફાશ થયો છે. આ અંગે ટૂંક સમયમાં પોલીસ સત્તાવાર વિગતો જાહેર કરશે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 02, 2023 11:34 AM