કચ્છના આડેસર અને સાંતલપુર વિસ્તારમાં અગરિયાઓના 500થી વધુ પરિવાર વસવાટ કરે છે. આ તમામ પરિવારોનો મુખ્ય વ્યવસાય મીઠું પકવવાનો છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વનવિભાગ તરફથી અગરિયાઓના મીઠાની અગરો તોડી પાડવામાં આવતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. વનવિભાગ તરફથી સતત થતી કનડગતથી કંટાળી મોટી સંખ્યામાં અગરિયાઓ કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા હતા.
આ પણ વાંચો : Kutch: મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સ્મૃતિવનમાં શાકોત્સવની ઉજવણી કરાઇ
અગરિયાઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે તેમને જે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેની ભરપાઈ પેટે સરકાર તરફથી આર્થિક સહાય મળે તેવી આશા સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સાથે જ વનવિભાગ તરફથી આડેસર અને સાંતલપુરના અગરિયાઓને પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદ પણ અગરિયાઓએ કલેક્ટરને કરી છે. અગરિયાઓને ન્યાય નહીં મળે તો 500થી વધુ અગરિયાના પરિવારને ભારે તકલીફનો સામનો કરવાનો વારો આવશે તે અંગે કલેક્ટરને રજૂઆત કરાઈ છે.
થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં અને કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓની મુશ્કેલી વધી હતી. તંત્રના વાંકે અગરિયાઓના પાટામાં નર્મદાનું પાણી ફરી વળતા રણ બેટમાં ફેરવાયુ હતું. જેને કારણે અગરિયાઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. નર્મદા કેનાલનું લાખો ક્યુસેક પાણી છોડાતા રણમાં પાણી ફરી વળ્યુ હતું.