Tapi Rain : પંચોલ આશ્રમશાળા અને ઉત્તરબુનિયાદી શાળામાં ભરાયા પાણી, જુઓ Video
તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસતા અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે. તાપીની ઓલણ નદીમાં ભરપૂર પાણીની આવક થતા પંચોલ આશ્રમશાળા અને ઉત્તરબુનિયાદી શાળામાં પાણી ભરાયા છે.
Tapi Rain : મેઘરાજાએ 2 દિવસના વિરામ બાદ ફરી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસતા અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે. તાપીની ઓલણ નદીમાં ભરપૂર પાણીની આવક થતા પંચોલ આશ્રમશાળા અને ઉત્તરબુનિયાદી શાળામાં પાણી ભરાયા છે. મળતી માહિતી અનુસાર શાળામાં પાણી ભરાયા ત્યારે 300થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ હાજર હતો. હાલ શાળાના કમ્પાઉન્ડમાં કેડસમાં પાણી ભરાયા છે.
20 લોકોનું કરાયું રેસ્ક્યૂ
બીજી તરફ તાપીના ડોલવણના અંતાપૂર ગામેથી 20થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. નદીમાં અચાનાક પાણીનો પ્રવાહ વધતા 20 લોકો ફસાયા હતા. માહિતી મળતા જ SDRFની ટીમ સહિત પોલીસ કાફલા દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી.