પાલનપુર નગર પાલિકામાં નવા કર્મચારીઓની ભરતી થનારી છે. ભરતીને મામલે હવે વિપક્ષે આ મામલે આક્ષેપો કર્યા છે અને આ ભરતી સગાવાદ આધારે થનારી હોવાની વાત કરી છે. જેને લઈ મામલો હવે ચર્ચામાં ગરમાયો છે. પાલનપુર પાલિકાની સામાન્ય સભામાં જ વિપક્ષે સત્તાધારી પક્ષ પર આક્ષેપો કર્યા હતા અને હંગામી કર્મચારીઓ ને અન્યાય થવાનું કહ્યુ હતુ.
સામાન્ય સભામાં જ ભરતી મુદ્દે હંગામો મચાવ્યા બાદ સત્તાધીશોએ આ આક્ષેપોને ફગાવ્યા હતા. તેઓએ કહ્યુ હતુ કે, મેરિટ આધારે રાજ્ય સરકાર દ્વારા આ ભરતી થનારી છે. આ આક્ષેપો પાયાવિહોણા હોવાનું સત્તાધીશો તરફથી ગણાવ્યું હતુ. જોકે હવે પાલિકામાં ભરતી આવતા જ આ મુદ્દો હવે ચર્ચામાં બનાવવામાં આવી રહ્યો છે.