આજનું હવામાન : હવે મેઘરાજા કરશે ખમૈયા ! ગુજરાતના આ વિસ્તારોમાં તાપમાનમાં થશે વધારો, જુઓ Video

| Updated on: Sep 13, 2024 | 11:50 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. જો કે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત જણાવવામાં આવી છે. રાજ્યમાં ફક્ત છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે.

સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય ન રહેતા ભારે વરસાદની શક્યતા નહીવત છે. તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદના તાપમાનમાં સામાન્ય કરતા 1.4 ડિગ્રીનો વધારો જોવા મળી છે.

જાણો રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, આણંદ, ભરૂચ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, ખેડા, મહેસાણા, પંચમહાલ, પાટણ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

બનાસકાંઠા, છોટાઉદેપુર, જુનાગઢ, મહીસાગર, સુરત, તાપી, વલસાડ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ અમરેલી, ભાવનગર, બોટાદ,મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.