Monsoon 2024 : રાજ્ય પર વરસાદની ભયાનક આફતનો ખતરો, ડિપ ડિપ્રેશનનો ભયંકર ખતરો ગુજરાત તરફ આવ્યો, જુઓ Video

| Updated on: Aug 26, 2024 | 9:44 AM

ગુજરાત પર વરસાદની ભયાનક આફતનો ખતરો તોળાઇ રહ્યો છે. ગુજરાતમાં વરસાદના મહાઆક્રમણનું એલર્ટ છે. હવામાન વિભાગે આ સિઝનનું સૌથી ભયંકર વરસાદી એલર્ટ જાહેર કર્યું છે. આગામી 72 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે હશે. રાજ્યના અનેક જિલ્લામાં અતિભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી છે. 

મળતી માહિતી પ્રમાણે ડિપ ડિપ્રેશનનો ભયંકર ખતરો ગુજરાત તરફ આવ્યો છે. ડિપ ડિપ્રેશનની અસરના કારણે અનેક જિલ્લામાં વરસાદી તાંડવનું રેડ એલર્ટ છે. બનાસકાંઠાના ડિસાથી માત્ર 250 કિમી દૂર ડિપ ડિપ્રેશન છે. 29 તારીખ સુધી ગુજરાત પર વરસાદનું ભયાનક આક્રમણ થઈ શકે છે. અનેક તાલુકાઓમાં 8થી 12 ઈંચ વરસાદ ખાબકી શકે છે. આજે અને આવતીકાલે  મેઘરાજા તેમની ભયાનકતા બતાવશે. હવામાન વિભાગે આવી આગાહી આપી છે.

ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેઘરાજા ભંયકર રૂપ ધારણ કરી વરસશે. મધ્ય ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ 29 ઓગસ્ટ સુધી મેઘો ભયાનક વરસશે.

Published on: Aug 26, 2024 09:08 AM