મહેસાણાના કડીમાં પ્લાસ્ટિકના ચોખા મુદ્દે મોટો ખૂલાસો સામે આવ્યો છે. દુકાનદારનો દાવો છે કે સરકારી રાહે મળતો ચોખાનો જથ્થો ફોર્ટીફાઈટ હોવાથી લોકોને ગેરમાન્યતા સર્જાતી હોય છે. દુકાનદારે દાવો કર્યો કે એક વર્ષ પહેલા આ અંગે એક સેમિનાર પણ યોજાયો હતો. દુકાનદારે સ્પષ્ટતા કરી કે સાદા ચોખામાં પોષકતત્વોવાળા ફોર્ટીફાઈડ ચોખા નાખવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે કડીના સ્થાનિકોએ સસ્તા અનાજની દુકાનમાં પ્લાસ્ટિકના ચોખા વેચાતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
કડીના એક પરિવારે રાશનની દુકાનમાંથી ખરીદેલા ચોખા ભેળસેળવાા તેમજ પ્લાસ્ટિકના હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમનો આરોપ હતો કે જ્યારે ચોખાને રાંધવા માટે ગેસ પર મુક્યા તો ચોખા પાણીમાં તરતા હતા અને ચોખા સ્વાદમાં પણ પ્લાસ્ટિક જેવો અનુભવ થયો હતો. પરિવારે રાશનની દુકાનમાંથી ચોખા ખરીદ્યા હતા. જોકે પરિવારનો આક્ષેપ છે કે અવારનવાર ભેળસેળવાળા ચોખા આપવામાં આવે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ઓલિમ્પિક 2036 માટે આવી થઈ રહી છે તૈયારી તૈયારી
હવે દુકાનદારના દાવામાં કેટલુ સત્ય છે તે તો આરોગ્યવિભાગ સેમ્પલ લઈને ચકાસણી કરે તો જ બહાર આવે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો