જો કે દેશમાં હજુ સુધી ઓલિમ્પિકનું આયોજન નથી થયુ અને આ સપનાને પુરુ કરવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હવે ઓલિમ્પિક 2036 માટે ગુજરાતના અમદાવાદમાં તૈયારીઓ ચાલી રહી છે.આશા છે કે ભારત ઓલિમ્પિક 2036 માટે બીડ કરી શકે છે.
અમદાવાદમાં ચાલી રહી છે તૈયારી
જો ભારતને ઓલિમ્પિકની યજમાની કરવાનો મોકો મળે છે તો અમદાવાદમાં તેનુ આયોજન થશે.
તેના માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. આજ કારણ છે કે ગુજરાત સરકારે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સને ઓલિમ્પિક માટે તૈયાર કરવાની શરૂઆત થઈ ગઈ છે.
ગુજરાત સરકાર ઉઠાવી કરી રહી છે આ પ્રયાસો
અહીં પહેલેથી વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ આવેલુ છે. આ ઉપરાંત અહીં વધુ પાંચ સ્ટેડિયમ બનાવવામાં આવશે. જે જૂદી જૂદી રમત માટે સુવિધાથી સજ્જ હશે.
પાંચ નવા સ્ટેડિયમ બનાવવાની તૈયારી
ગુજરાત સરકાર અહીં ફુટબોલ સ્ટેડિયમ, 2 ઈનડોર સ્ટેડિયમ, એક ટેનિસ સેંટર અને એક એક્વાટિસ સેન્ટર તૈયાર કરી રહી છે. ઓલિમ્પિકમાં જે જે રમતો હોય છે તેને ધ્યાને રાખી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
અલગ અલગ રમત માટે સ્ટેડિયમ
આ તમામ સ્ટેડિયમને વર્ષ 2027 સુધીમાં તૈયાર કરી લેવામાં આવશે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટને પણ વધારવામાં આવશે. જે આ વિસ્તારની સુંદરતામાં વધારો કરશે.