Ahmedabad : બાવળા સરખેજ હાઈવે પર આવેલી કોટક કંપનીમાં લાગી ભીષણ આગ, 2 કિલોમીટર સુધી જોવા મળ્યો ધુમાડો, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે બાવળા સરખેજ હાઈવે પર આવેલી કોટક નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. કંપનીમાં ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા 2 કિલોમીટર સુધી દેખાતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આગ લાગતા ગોડાઉનનો સામાન બળીને ખાખ
આગ લાગવાની ઘટના બનતાની સાથે જ બાવળા, ધોળકા અને ઝાયડસના ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ધોરણે ફાયર જવાનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગના જવાનોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જો કે પ્લાસ્ટિકની બેગ પર લગાવાતી ઈન્કનાં ગોડાઉનમાં આગ લાગતા અનેક સામગ્રીઓ બળીને ખાખ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. તેમજ આગ લાગવાનું કારણ અકબંધ છે.