Morbi : મચ્છુ-1 ડેમ ગમે ત્યારે ઓવરફલો થવાની શક્યતા, 24 ગામોને એલર્ટ કરાયા
ડેમની ભયજનક સપાટી કુલ સપાટી 135.33 મીટર પર પહોંચતા ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. જેના પગલે મોરબી અને વાકાનેર તાલુકાના 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લાના વાંકાનેર (Vankaner) પાસેનો મચ્છુ- 1 ડેમ (Machhu 1 Dam) 80 ટકા ભરાઈ જતા 24 ગામોને એલર્ટ કરાયા છે, ડેમમાં હાલ 1 હજાર 516 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમમાં હાલ પાણીનું લેવલ 134.76 મીટરે પહોંચ્યું છે અને ડેમની ભયજનક સપાટી જળ સપાટી 135.33 મીટર હોવાથી ડેમ ઓવરફ્લો (Overflow) થવાની શક્યતા છે. જેના પગલે મોરબી (Morbi) અને વાકાનેર તાલુકાના 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ હોલમઢ, જાલસીકા, વાંકાનેર શહેર, માહિકા, કોઠી, ગારીયા, જોધપર, પાજ, રસિકગઢ, લુણસરીયા, કેરાળા, હસનપર, પંચાસર, વઘાસીયા, રાતીદેવળી, વાંકીયા, રાણેકપર, પંચાસીયા, ઢુવા અને ધમલપર ગામોને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી છે.
મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમમાં નવા નીર
તો બીજી તરફ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 (Macchu-2 dam) ડેમ ભરાઇ જતા 32 ગામો એલર્ટ (ALert) કરવામાં આવ્યા છે. મોરબી તાલુકાના 17 અને માળીયા મિયાણા તાલુકાના 15 ગામોમાં એલર્ટ કરાયા છે. ભળીયાદ, ધરમપુર, ગોરખીજડિયા, ગૂંગણ ગામ એલર્ટ પર જ્યારે જોધપુર, જુના સાર્દુળકા, લીલાપર, મોરબીમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ ડેમમાં 2596 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડે તેવી સ્થિતિ છે. ડેમની કુલ સપાટી 57.32 મીટર છે જેમાંથી 56.32 મીટર ભરાય ગઈ છે. ડેમ પૂર્ણ ભરાય જવામાં માત્ર એક મીટર બાકી છે.