Amreli : ખેડૂત બાળકોને પાંજરામાં ઊંઘાડવા મજબૂર, દીપડાથી બચાવવા નવતર પ્રયોગ, જુઓ Video
અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ કરીને ખેતર વિસ્તારમાં રહેતા લોકોમાં દહેશત ફેલાઇ છે. બાળકો ઊંઘતા હોય તે જ સમયે દીપડો આવીને ઉપાડી જાય તેવી ઘટનાઓ સામે આવી છે, ત્યારે બાળકોના બચાવ માટે ખેડૂતો અને ખેતમજૂરોએ નવો પ્રયોગ હાથ ધર્યો છે.
અમરેલી વિસ્તારમાં સિંહ અને દીપડા વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઘણી વાર તો રહેણાંક વિસ્તારોમાં તેઓ શિકારની શોધમાં આવી જતા હોય છે. ઘણા સમયથી તો બાળકો પર દીપડાના હુમલાની ઘટનાઓ પણ વધી છે.જેના કારણે અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ કરીને ખેતર વિસ્તારમાં રહેતા લોકોમાં દહેશત ફેલાઇ છે. બાળકો ઊંઘતા હોય તે જ સમયે દીપડો આવીને ઉપાડી જાય તેવી ઘટનાઓ સામે આવી છે, ત્યારે બાળકોના બચાવ માટે ખેડૂતો અને ખેતમજૂરોએ નવો પ્રયોગ હાથ ધર્યો છે.
વન્ય પ્રાણીનાં હુમલાથી બાળકોને બચાવવા નવો પ્રયોગ
અમરેલીમાં ખેતમજૂરોમાં દીપડાનો આતંક એટલો વધ્યો છે કે બાળકોને સુરક્ષિત રાખવા દીપડાને નહી, પરંતુ બાળકોને પાંજરે પુરવામાં આવ્યા છે. અમરેલીમાં શિકારી પ્રાણીઓ દ્વારા અવાર નવાર બાળકો પર હુમલાની ઘટના બનતી હોય છે. ત્યારે ઝાપોદર ગામના સિમ વિસ્તારમાં ખેતીનું કામ કરતા ભરતભાઇ ખીમાભાઈ બારૈયાને નવતર પ્રયોગ કર્યો છે. વન્ય પ્રાણીનાં હુમલાથી બાળકોને બચાવવા માટે બાળકો માટે પાંજરું બનાવ્યું છે.
અમરેલીના ઝાપોદર ગામના ભરતભાઈનાં પત્નીનું અને માતાનું અવસાન થઈ ગયું હોવાથી તેમના 6 સંતાનોની સુરક્ષાને લઈ સતત ચિંતામાં રહેતા હતા. બાળકોને સુરક્ષિત રાખવા તેમણે આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ખેતરમાં કામ કરતી વખતે અથવા આસપાસ ગયા હોય ત્યારે જો વન્ય પ્રાણી આવી ચડે તો આ પાંજરાથી બાળકોનું રક્ષણ થઈ શકે એ માટે તેમણે લોખંડની જાળી સાથે આ પાંજરું બનાવડાવ્યુ છે.તેઓ બાળકોને આ પાંજરામાં જ સુવડાવે છે.