મહેસાણા : લાંઘણજને તાલુકો જાહેર કરવા માગ, 33 ગામના આગેવાનો થયા એકઠા
મહેસાણાથી દૂર છેવાડે ગામ (Villages) હોવાથી કામગીરી માટે આવતા લોકોને હાલાકી ભોગવવી પડે છે, ત્યારે લાંઘણજને (Langhanj) તાલુકા મથક જાહેર કરવા માંગ કરવામાં આવી છે.
મહેસાણાના (Mehsana) લાંઘણજને તાલુકો જાહેર કરવાની માગ સાથે 33 ગામના આગેવાનો એકઠા થયા હતા. વિવિધ ગામના લોકોને વહીવટી કામગીરી માટે મહેસાણા ધક્કા ખાવા પડે છે. છેવાડાના ગામો (Villages) મહેસાણાથી દૂર હોય કામગીરી માટે આવતા લોકોને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે લાંઘણજને (Langhanj) તાલુકા મથક જાહેર કરવામાં આવે તો 33 જેટલા ગામોને ભારે સરળતા રહેશે.એવી માગ સાથે મોટી સંખ્યામાં આગેવાનો એકત્ર થયા હતા.
લાંઘણજને તાલુકો બનાવવા માટે અગાઉ 1956માં પણ દરખાસ્ત થઇ હતી
તમને જણાવી દઈએ કે, આ પહેલા ગોઝારિયાને તાલુકા તરીકે જાહેર કરવા માટે વિરોધ પ્રદર્શન(Protest) કરવામાં આવ્યુ હતુ, ત્યાં લાંઘણજ તાલુકાની માંગ ઉઠી છે. લાંઘણજ સહિત આસપાસના ગામડાઓના પ્રતિનિધિઓએ આ મામલે 33 ગામોની સંમતી સાથેનું આવેદનપત્ર આપ્યુ હતુ. મુખ્યમંત્રી દ્વારા કરાયેલી જાહેરાત બાદ મહેસાણા, કડી, વિસનગર (Visnagar) અને વિજાપુર ચાર તાલુકાના વિભાજન બાદથી જ આ મામલો ગરમાયેલો છે.બીજી તરફ ગોઝારિયા તાલુકામાં નહીં જોડાવા અને લાંઘણજને અલગથી તાલુકો બનાવવાની માંગ પ્રબળ બની છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને લાંઘણજ સરપંચ સહિત આસપાસના 33 ગામોના આગેવાનોએ લાંઘણજને નવો તાલુકો જાહેર કરવા માંગ કરી છે.
તમને જણાવવું રહ્યું કે, લાંઘણજને તાલુકો બનાવવા માટે અગાઉ 1956માં પણ દરખાસ્ત થઇ હતી. એ સમયે કરાયેલ મોજણીમાં લાંઘણજને તાલુકો બનાવવાનું લગભગ ફાઈનલ કરી દેવામાં આવ્યુ હતુ. જોકે રાજકીય હસ્તક્ષેપને લીધે સપનું સાકાર થઇ શક્યું ન હતું. ત્યારે ફરી એક વખત લાંઘણજને તાલુકો દાહેર કરવા લોકો માંગણી કરી રહ્યા છે.