Jamnagar : સાંઢિયા પુલ પાસે અને કનસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યું, જુઓ Video

| Edited By: | Updated on: Jan 18, 2025 | 2:59 PM

જામનગરના સાંઢિયા પુલ પાસેથી દબાણો દૂર કરાયા છે. કનસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યું છે. દબાણ હટાવવા મનપાએ બે મહિના પહેલા નોટીસ આપી હતી. કાર્યવાહી ન થતાં બાળકોના ટોયલેટ તોડી પાડવામાં આવ્યા છે.

જામનગરના સાંઢિયા પુલ પાસેથી દબાણો દૂર કરાયા છે. કનસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યું છે. દબાણ હટાવવા મનપાએ બે મહિના પહેલા નોટીસ આપી હતી. કાર્યવાહી ન થતાં બાળકોના ટોયલેટ તોડી પાડવામાં આવ્યા છે. રોડને 18 ફૂટ પહોળો કરવા માટે પગલા લેવાયા છે. ડીપી રોડ નીકળ્યો હોવાના કારણે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કબીર આશ્રમ ટ્રસ્ટની જમીન પર શાળા બનાવવામાં આવી હતી. શાળામાં 260 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યાં છે.

ધોરાજી નગરપાલિકા દ્વારા દબાણ હટાવાયા

બીજી તરફ રાજકોટના ધોરાજી નગરપાલિકા દ્વારા દબાણ હટાવાયા છે. નગરપાલિકાની હદમાંથી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાહેર રસ્તાઓ પર ફૂટપાથ પર કરેલા દબાણો દૂર કરાયા છે. લારી ગલ્લા અને રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવાયા છે.

ધોરાજીના ડેપ્યુટી કલેકટર મામલતદાર ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.ચુનારાપા પોલીસ લાઈન બ્લુ સ્ટાર ચોક સહિતના વિસ્તારમાં ગેરકાયદેસર ખટકાયેલ દબાણ દૂર કરાયા છે. ગેરકાયદેસર દબાણ કરતા દબાણ કરતા અને નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યા છે.