અમદાવાદઃ હવે મોલ, શાળા અને હાઈરાઈઝ બિલ્ડિંગમાં લગાડવા પડશે ફાયર NOC બોર્ડ, જુઓ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશ્નર દ્વારા હવે આદેશ કર્યો છે કે, શહેરના તમામ મોલ, શાળા, ગોડાઉન, એરપોર્ટ, રેલવે અને બસ સ્ટેશન સહિત હાઈરાઈઝ બિલ્ડીંગમાં લોકોને નજર આવે એ રીતે ફાયર NOCના બોર્ડ લગાવવા પડશે.
રાજકોટ ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેશન કમિશનર દ્વારા હવે આદેશ કર્યો છે કે, શહેરના તમામ મોલ, શાળા, ગોડાઉન, એરપોર્ટ, રેલવે અને બસ સ્ટેશન સહિત હાઈરાઈઝ બિલ્ડીંગમાં લોકોને નજર આવે એ રીતે ફાયર NOCના બોર્ડ લગાવવા પડશે.
રાજ્ય સરકારે પણ ફાયર સેફ્ટી બાબતે કડક પગલાં હાથ ઘર્યા છે. જેને લઈ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ફાયર સેફ્ટી બાબતે હવે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ હવે આગામી દિવસોમાં મહત્વના તમામ જાહેર સ્થળો કે જ્યાં ભીડ એકઠી થતી હોય અને ફાયર NOCની જરુર હોય ત્યાં એ NOC નજર આવે એમ બોર્ડ લગાવવા પડશે.
આ પણ વાંચો: ભારતનું VVIP વૃક્ષ, લોખંડી સુરક્ષા અને દિવસ-રાત પોલીસ જવાનોનો પહેરો, જાણો