સાબરકાંઠાઃ હિંમતનગરમાં RTO દ્વારા સ્કૂલ વાન અને બસની હાથ ધરાઈ તપાસ, 4 વાહનો ડિટેઈન કરાયા, જુઓ

| Updated on: Jun 14, 2024 | 6:21 PM

હિંમતનગર RTO કચેરીની બે ટીમો દ્વારા તપાસ હાથ ધરવાની કાર્યવાહી કરવામાં આવતા જે સ્કૂલ વાહનોમાં ક્ષતિઓ જણાઈ હતી તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હિંમતનગર શહેરના અલગ અલગ માર્ગો પર RTOની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 70 વાહનોને તપાસતા 28 વાહનોને RTO દ્વારા મેમા આપવામાં આવ્યા હતા.

12 જૂનથી શાળાઓમાં વેકેશન ખૂલ્યા છે અને આ સાથે જ હવે તંત્ર દ્વારા સ્કૂલ વાનોને લઈ તપાસ શરુ કરવામાં આવી છે. સ્કૂલ વાન અને સ્કૂલ બસના ફિટનેસ થી લઈને તેમાં રહેલા જોખમોને લઈ વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ-નિરીક્ષકો દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. હિંમતનગર RTO કચેરીની બે ટીમો દ્વારા તપાસ હાથ ધરવાની કાર્યવાહી કરવામાં આવતા જે સ્કૂલ વાહનોમાં ક્ષતિઓ જણાઈ હતી તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હિંમતનગર શહેરના અલગ અલગ માર્ગો પર RTOની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 70 વાહનોને તપાસતા 28 વાહનોને RTO દ્વારા મેમા આપવામાં આવ્યા હતા. જ્યારે 2 સ્કૂલ વાન સહિત ચાર વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા પણ 2 સ્કૂલ વાનને ડિટેઈન કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો: યાત્રાધામ શામળાજી મંદિર પરિસરમાં હવે લેસર શો નિહાળવા મળશે, કરાયું ટેસ્ટીંગ, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો