ગુજરાત યુનિવર્સિટીમાં ઈન્ડિયન કલ્ચરને અન્ય અભ્યાસક્રમ સાથે મર્જ કરી દેવાતા વિદ્યાર્થીઓ રઝળ્યા, બંને કોર્સમાં મોટો તફાવત હોવાનો દાવો- Video

| Edited By: | Updated on: Sep 13, 2024 | 5:15 PM

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો વિરોધ નોંધાવી રહ્યા છે.કારણ કે સમાજવિદ્યાભવનમાં ઇન્ડિયન કલ્ચરનો અભ્યાસ ક્રમ અન્ય અભ્યાસ ક્રમ સાથે મર્જ કરાતા વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. ચાલુ વર્ષે નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનો દાવો છે કે અધવચ્ચે જ કોર્સને અન્ય કોર્સ સાથે મર્જ કરાય છે અને બંને કોર્સમાં મોટો તફાવત છે.

ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યાભવનમાં ઇન્ડિયન કલ્ચર નામના અભ્યાસક્રમના વિદ્યાર્થીઓએ ભણતર ચાલુ થયા બાદ અધવચ્ચેથી રઝળી પડવાનો વારો આવ્યો છે. ચાલુ વર્ષે નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનો દાવો છે કે સમાજવિદ્યા ભવનમાં ચાલતા ઇન્ડિયન કલ્ચરનો અભ્યાસક્રમ અન્ય વિભાગ સાથે મર્જ કરી દેવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયેલા છે. ઇન્ડિયન કલ્ચર ડિપાર્ટમેન્ટમાં 25 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમનો અભ્યાસ શરૂ થયા બે મહિના જેટલો સમય થઈ ગયો.

અમદાવાદમાં એક માત્ર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં માસ્ટર લેવલનો ઇન્ડિયન કલ્ચર કોર્સ ચાલે છે. જોકે આ વિદ્યાર્થીઓને અધવચ્ચે જ તેમના કોર્સને અન્ય કોર્સ સાથે મર્જ કરી દેવામાં આવ્યો છે. એટલે કે ઇન્ટરનેશનલ સ્ટડી સેન્ટરમાં ચાલતા ઇન્ડિયન કલ્ચર(Indian Culture) એન્ડ સાયન્સ નામના કોર્સ સાથે મર્જ કરી દેવાતા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે. વિદ્યાર્થીઓનો દાવો છે કે તેમના મૂળ કોર્સમાં અને મર્જ કરાયેલ કોર્સમાં મોટો તફાવત છે. સરકારી અથવા તો તેમના વિષય સંદર્ભે જાહેરાત આવે તો કોર્સના નામ અલગ અલગ હોવાના કારણે સમસ્યા સર્જાઈ શકે છે. વિદ્યાર્થીઓનો એ પણ કેવું છે કે નેટ અને સ્લેટ જેવી પરીક્ષાઓમાં ‘ઇન્ડિયન કલ્ચર એન્ડ સાયન્સ ‘એવો કોઈ વિષય નથી હોતો. બાબતે વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ નિવેડો નથી આવ્યો. જો કે કુલપતિ વિદ્યાર્થીઓના દાવાઓ ને નકારી રહ્યા છે.

આ મુદ્દે કુલપતિ નિરજા ગુપ્તાએ જણાવ્યુ કે ઈન્ડિયન કલ્ચરનો અભ્યાસ ક્રમ રાજ્યશાસ્ત્રના ડિપાર્ટમેન્ટ દ્વારા ચલાવવામાં આવતો હતો. હાલ યુનિવર્સિટીમાં ઈન્ડિયન નોલેજ સિસ્ટમ નામથી એક વિભાગ છે, આથી ઈન્ડિયન કલ્ચરને પોલિટિકલ સાયન્સમાંથી કાઢીને ઈન્ડિયન નોલેજ સિસ્ટમમાં ટ્રાન્સફર કરાયુ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો