Mehsana : બહુચરાજી મંદિર દ્વારા પર્યાવરણ સંવર્ધનનો નવતર પ્રયોગ, અર્પણ કરાયેલા ફુલોમાંથી બનશે જૈવિક ખાતર

| Edited By: | Updated on: Dec 16, 2022 | 11:02 PM

Mehsana: બહુચરાજી મંદિરમાં માતાજીને ચડાવેલા પવિત્ર ફુલોમાંથી જૈવિક ખાતર બનાવવામાં આવી રહ્યુ છે. મંદિરમાં માતાજીને ચડાવવામાં આવતા ફુલોને મશીનમાં પ્રોસેસ કરીને ખાતર બનાવવામાં આવે છે. આ ખાતર પાક માટે પણ ફાયદારૂપ છે.

પર્યાવરણને બચાવવાનો બહુચરાજી મંદિર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. માતાજીને અર્પિત થયેલા ફુલોનો સદ્દઉપયોગ કરી આ ફુલોમાંથી જૈવિક ખાતર બનાવવામાં આવે છે. મા બહુચરાજીને અર્પણ થયેલા ફુલોમાંથી જૈવિક ખાતર તૈયાર કરવામાં આવે છે. ભક્તોએ માતાજીને ચડાવેલા પવિત્ર ફુલોને કચરામાં જતા રોકી તેને ક્રશ કરી તેમાંથી જૈવિક ખાતર તૈયાર કરાય છે. ફુલોમાંથી તૈયાર થયેલુ આ જૈવિક ખાતર ખેતરોમાં પાક માટે ઘણુ ફાયદાકારક પણ છે. મંદિરમાં સાડી ભેટ કેન્દ્ર પરથી આ ખાતર મળી રહે છે. મંદિરે આવતા ભક્તો તેમના બગીચાના ફુલછોડના કુંડાઓમાં તેમજ ખેડૂતના ખેતર સુધી પહોંચશે. મહત્વપૂર્ણ છે કે આજે હજારો કિલો ફુલો બહુચરાજી માતાજીને ચડાવવામાં આવે છે. હવે તે ફુલોનું ખાતર ખેતરો સુધી પહોંચશે ખેતરમાં પાકરૂપી સોનુ ઉગશે.

મંદિરે આવતા ભાવિકોને નજીવા દરે મળે છે જૈવિક ખાતરની કિટ

ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા એક ભક્તોને આપવામાં આવે છે. આ કિટમાં ફુલોને ક્રશ કરી તેમાં જરૂર પૂરતા બેક્ટેરિયા વગેરે એડ કરી 10 દિવસ તેને કમ્પોઝ થવા દેવામાં આવે છે. આવી રીતે જૈવિક ખાતર બનાવવામાં આવે છે. આ જૈવિક ખાતર બન્યા બાદ મંદિરમાં આવેલા સાડી ભેટ કેન્દ્ર પર નજીવા દરે ભક્તજનોને અને યાત્રિકોને આ ખાતર આપવામાં આવે છે. જમીન ફળદ્રુપ બને તે માટે સરકાર દ્વારા હવે જૈવિક ખાતર જમીનમાં નાખવાની સલાહ આપવામાં આવે છે. તો બીજી તરફ, ખેડૂતો પણ હવે જૈવિક ખાતરના વપરાશ પર ભાર મૂકી રહ્યા છે. ત્યારે ફૂલોમાંથી બનાવેલું ખાતર ખેતર સુધી પહોંચશે. દરરોજ હજારો કિલો ફૂલો માતા બહુચરાજીના ચરણોમાં અર્પણ થાય છે, તો તે ફૂલોને હવેથી ફેંકી નહિ દેવાય. મંદિર ટેમ્પલ ટ્રસ્ટ બહુચરાજી ખાતર રૂપી સોનાને ખેડૂતના ખેતર સુધી પોંહચાડવામાં આવશે.