રખડતા ઢોર જાહેર માર્ગ પર દેખાય તો ઢોરમાલિક સામે તાત્કાલિક કેસ દાખલ કરો, અમરેલી જિલ્લા પોલીસ વડાએ આપ્યો આદેશ
અમરેલીમાં રખડતી રંઝાડને કારણે બાઈક ચાલકને નડેલા અકસ્માતના સીસીટીવી વાયરલ થયા બાદ જિલ્લા પોલીસ વિભાગ હરકતમાં આવી ગયુ છે. જિલ્લા પોલીસ વડાએ હવે એકપણ ઢોર રસ્તા પર જોવા મળે તો ઢોર માલિક સામે કેસ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
અમરેલીમાં રખડતી રંજાડને લીધે અકસ્માતની ઘટનાઓ વધતા તંત્ર એક્શનમાં આવી ગયું છે.નિર્દોષ લોકોના પશુ સાથે અકસ્માતના લાઈવ CCTV ફૂટેજ સામે આવતા જિલ્લા પોલીસ વડાએ થાણા અધિકારીઓને આદેશ આપી દીધો છે. માલિકીના પશુઓ જાહેર માર્ગો ઉપર મળેતો કેસ દાખલ કરી કાર્યવાહી કરો પશુઓ સાથે સંકળાયેલા માલધારીઓ સાથે પોલીસની બેઠકો અને પોલીસ જાતે રેડિયમ પટ્ટીઓ લગાડવા પોહચી હતી.પોલીસ દ્વારા દરેક ગામડામાં બેઠકો શરૂ કરી ગામ લોકોને રૂબરૂ મળી પશુઓમાં કારણે સર્જતાં અકસ્માતો અટકવવા પ્રયાસ શરૂ કર્યા છે.અને જો રોડ પર હવે પશુઓને લીધે અકસ્માત થશે તો માલિક સામે કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા છે.
અમરેલી જિલ્લામાં પ્રથમ ધારીમાં બાઇક ચાલક ડોક્ટર પસાર થતા આખલાએ હુમલો કરતા બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો.આવી અનેક ઘટનાઓને લઇને તંત્ર એક્શનમાં આવ્યું છે અને જેમ બને એમ અકસ્માતની ઘટનાઓ ઓછી થાય તેના માટે પ્રયાસો કરાઇ રહ્યા છે.સ્થાનિક નગરપાલિકાઓ વહીટી તંત્ર હજુ સુધી કામગીરીમાં ક્યાંય જોવા મળ્યું નથી જેથી પાલિકાઓએ હજુ પણ પોતાની આળસ મરડી સક્રિયતા દાખવી નથી અને માત્ર પોલીસ તંત્ર સૌથી પહેલા આગળ આવી પશુઓના અકસ્માત અટકાવવા માટેનો નવતર પ્રયાસ શરૂ કર્યો છે.
Input Credit- Jaydev Kathi- Amreli
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો