જૈનતીર્થ શંખેશ્વરને ગુજરાત એસટી દ્વારા મોટી ભેટ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અદ્યતન બસ સ્ટેશનનુ ખાતમુર્હૂત કર્યુ
જૈન તીર્થ અને ઐતિહાસિક નગરી શંખેશ્વરમાં એસટી બસ સ્ટેશનની સુવિધાનો અભાવ હતો. હવે આવનારા દિવસોમાં એસટી સેવાને લઈ મોટી રાહત આ વિસ્તારનના લોકોને મળી રહેશે. વાહન વ્યવહાર અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ શંખેશ્વર બસ સ્ટેશનના નિર્માણ માટે ખાતમુર્હૂત કર્યુ હતુ. આમ વિસ્તારને આગામી દિવસોમાં અદ્યતન એસટી બસ સુવિધા મળી રહેશે. 15 જેટલી નવીન બસનો પણ લોકોની સેવા માટે લોકાર્પણ કરવામા આવ્યુ હતુ.
વાહનવહાર અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ શંખેશ્વરના નવીન એસટી બસ સ્ટેશનનુ ખાતમુર્હૂત કર્યુ હતુ. પાટણ જિલ્લાના ઐતિહાસિક નગરી તરીકે ઓળખાતા અને જૈન તીર્થ શંખેશ્વરમાં નવિન એસટી બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવનાર છે. પ્રધાન હર્ષ સંઘવીએ નવી બસ સ્ટેશનનુ ખાતમુર્હૂત કરવાને લઈ સ્થાનિક વિસ્તારમાં મુસાફરીની સુવિધા માટે મહત્વનો લાભ આવનારા દિવસોમાં મળી રહેશે.
આ પણ વાંચોઃ બાયડમાં હિટ એન્ડ રનની ઘટના, બાઈકને અડફેટે લઈ ટ્રક ફરાર, જુઓ CCTV વીડિયો
શંખેશ્વર જૈન તીર્થધામ છે. તેમ છતાંય લાંબા સમયથી અહી એસ ટી સ્ટેન્ડની સુવિધા ન હોવાથી શંખેશ્વર તાલુકાના લોકો એસ ટી સ્ટેન્ડ અને સુવિધાથી વંચિત હતા. તેટલું જ નહિ વર્ષોથી સરકાર અને મંત્રીઓ સમક્ષ રજૂઆતો બાદ પણ બસ સ્ટેન્ડ જેવી સામાન્ય સુવિધાઓ પણ મળી ન હતી . ત્યાંરે આજે વર્ષોથી વંચિત સુવિધા મળતા શંખેશ્વર તાલુકાના ગામો અને મુસાફરોને એસ ટી સેવાની સુવિધા મળતી થશે. 15 જેટલી નવીન બસનો પણ લોકોની સેવા માટે લોકાર્પણ કરવામા આવ્યુ હતુ.