કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં, 10 દિવસમાં 16 લોકોના શંકાસ્પદ બીમારીથી મોત થયા, જુઓ Video

|

Sep 11, 2024 | 4:04 PM

કચ્છમાં ભેદી બીમારીથી ટપોટપ મોત બાદ રાજ્ય સરકાર એકશનમાં આવી છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પ્રર્વતમાન સ્થિતિ અંગે માહિતી આપી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે તાવના 48 કેસ અત્યાર સુધી સામે આવ્યા છે.

કચ્છમાં ભેદી બીમારીથી ટપોટપ મોત બાદ રાજ્ય સરકાર એકશનમાં આવી છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પ્રર્વતમાન સ્થિતિ અંગે માહિતી આપી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે તાવના 48 કેસ અત્યાર સુધી સામે આવ્યા છે. તેમજ 10 દિવસમાં 16 લોકોના શંકાસ્પદ બીમારીથી મોત થયા હોવાનું આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યુ છે.

ભુજની અદાણી હોસ્પિટલમાં વધારાના 100 બેડની સગવડ કરાઇ છે. 7 ગામો અસરગ્રસ્ત છે ત્યાં સર્વેલન્સમાં ટીમો રહેશે. 108ની ટીમ પણ તૈનાત રાખવામાં આવશે. તમામ સારવાર નિઃશુલ્ક અપાવામાં આવશે. અન્ય જિલ્લામાંથી 50 તબીબોની ટીમ તૈનાત કરાઇ છે.

તાવના સેમ્પલ પુણે ટેસ્ટ માટે મોકલાયા છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનુ સાચુ કારણ બહાર આવશે. જિલ્લામાં હાલ ચિંતાજનક પરિસ્થિતિ નહીં હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યુ છે. જે દર્દી મોડા હોસ્પિટલ પહોંચ્યા તે લોકોનુ મોત થયુ હોવાનું પણ ઋષિકેશ પટેલે જણાવ્યુ છે.

Next Video