ગુજરાતી વીડિયો : વડોદરાની ‘SHE Team’એ ત્રણ રોમિયોને લીધા સકંજામા, પોલીસે સમગ્ર ઘટનાનો Video ટ્વિટર પર શેર કર્યો

| Edited By: | Updated on: Feb 03, 2023 | 9:53 AM

વડોદરા શહેરમાં યુવતીની હિંમતના કારણે ત્રણ રોમિયો પોલીસના સકંજામાં આવ્યા છે. ઓટોરિક્ષામાં જઈ રહેલી એક યુવતીને બાઈક પર સવાર 3 રોમિયોએ હેરાન કરી હતી.

ગુજરાત (Gujarat) મહિલાઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય માનવામાં આવે છે. છતાં મહિલાઓ સાથે અવારનવાર છેડતી ના બનાવો સામે આવતા હોય છે. તેવી જ એક ઘટના વડોદરામાં સામે આવી છે. વડોદરા શહેરમાં યુવતીની હિંમતના કારણે ત્રણ રોમિયો પોલીસના સકંજામાં આવ્યા છે. ઓટોરિક્ષામાં જઈ રહેલી એક યુવતીને બાઈક પર સવાર 3 રોમિયોએ હેરાન કરી હતી. જેથી તે યુવતીએ આ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને લોકોને વીડિયો શેર કરવા માટે અપીલ કરી હતી.

આ પણ વાંચો : VIDEO : પેપરકાંડ મામલે યુવરાજ સિંહનો આરોપ, કહ્યું ‘વડોદરા અને અરવલ્લીની ગેંગ ફોડે છે પેપર’

યુવતીએ તરત જ પોલીસની મદદ માંગતા વડોદરા પોલીસની શી ટીમે 30 કિમી સુધી પીછો કરીને ત્રણેય રોમિયોને પકડી પાડ્યા હતા અને તેમની બાઇક ડિટેઇન કરી હતી. વડોદરા પોલીસે સમગ્ર ઘટનાનો વીડિયો ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો અને ત્રણેય રોમિયોને વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી બાજુ મૂળ મધ્ય પ્રદેશની યુવતી અનુસીઘે વડોદરા પોલીસની કામગીરીની પ્રશંસા કરતો અને આભાર માનતો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.