Gujarati Video : સુરતના માંડવીમાં ધોધમાર વરસાદ, ખાડી પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો

| Edited By: | Updated on: Jul 15, 2023 | 4:29 PM

મુજલાવથી બારડોલી જતી વાવ્યા ખાડી પર પાણી ફરી વળ્યા છે. તેમજ ખાડી પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો છે. તેમજ રસ્તો બંધ થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Surat: સુરત જિલ્લાના માંડવીમાં મેઘ મહેર થઈ છે. જેમાં માંડવી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.જેને લઈને અનેક ખાડીઓ પ્રભાવિત થઈ છે. જેમાં મુજલાવથી બારડોલી જતી વાવ્યા ખાડી પર પાણી ફરી વળ્યા છે. તેમજ ખાડી પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો છે. તેમજ રસ્તો બંધ થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગરના ચુડાનું વેળાવદર ગામ કોઝ-વે ડૂબતા સંપર્ક વિહોણું બન્યું, જુઓ Video

આ ઉપરાંત સુરતના મહુવામાં વરસાદની એન્ટ્રી બાદ પાણી ભરાવવાની સમસ્યા સર્જાઇ છે. મહુવામાં વરસાદ બાદ સાંબાગામ અને ભગવનપુરાને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયો છે. જેથી વાહન વ્યવહાર ખોરવાયો છે. કોઝવે પરથી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.ચાલુ વર્ષે કોઝવે ચોથી વખત વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગયો છે.સ્થાનિકો અને ખેડૂતોને પણ અવરજવરમાં હાલાકી પડી રહી છે.

Published on: Jul 15, 2023 04:28 PM