Monsoon 2024 : પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને કરી મોટી આગાહી ! ગુજરાતમાં આ તારીખે સત્તાવાર રીતે શરુ થશે ચોમાસુ, જુઓ Video

|

Jun 09, 2024 | 12:58 PM

દેશમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે.ગુજરાતમાં ક્યારે સત્તાવાર ચોમાસુ શરુ થશે તેને લઈ અનેક સવાલો થઈ રહ્યા છે. ત્યારે નૈઋત્યનું ચોમાસુ અને પ્રીમોન્સુનની પરેશ ગોસ્વામીની આગાહી કરી છે. નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે.

દેશમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે.ગુજરાતમાં ક્યારે સત્તાવાર ચોમાસુ શરુ થશે તેને લઈ અનેક સવાલો થઈ રહ્યા છે. ત્યારે નૈઋત્યનું ચોમાસુ અને પ્રીમોન્સુનની પરેશ ગોસ્વામીની આગાહી કરી છે. નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર ગુજરાતમાં 14 જૂને ચોમાસાનું આગમન થવાની શક્યતા વ્યક્ત કરી છે.

નૈઋત્ય ચોમાસાના આગમન પહેલા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબસાગરમાં બની રહેલ સિસ્ટમના લીધે વરસાદની શક્યતામાં વધારો થયો છે. આગામી 1-2 દિવસમાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 9 થી 13 જૂન દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ તરફ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video