આજનું હવામાન : મેઘરાજા ગુજરાતને ધમરોળશે ! રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તેમજ સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
અંબલાલ પટેલે વરસાદને લઈ કરી મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. અંબાલાલ પટેલે 24 જુલાઇ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારેની આાગાહી કરી છે. જૂનાગઢના ભાગોમાં 7 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.
જામનગરના ભાગોમાં 5 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરી છે. તેમજ પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છના ભાગોમાં ભારેની આગાહી કરી છે. 26 અને 30 જુલાઇએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જેના પગલે ઓગસ્ટ મહિનામાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થશે.