Dwarka : સરકારી રેકોર્ડ સાથે ચેડાં કરી પાસપોર્ટ-વિઝા મેળવવાના કૌભાંડનો પર્દાફાશ, 9ની ધરપકડ, જુઓ Video
ગુજરાતમાં બનાવટી દસ્તાવેજ, નકલી અધિકારીઓ ઝડપવાનો સિલસિલો યથાવત છે. ત્યારે સરકારી રેકોર્ડ સાથે ચેડાં કરી પાસપોર્ટ-વિઝા મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. દ્વારકા જિલ્લા પોલીસ અને SOGએ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં બનાવટી દસ્તાવેજ, નકલી અધિકારીઓ ઝડપવાનો સિલસિલો યથાવત છે. ત્યારે સરકારી રેકોર્ડ સાથે ચેડાં કરી પાસપોર્ટ-વિઝા મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. દ્વારકા જિલ્લા પોલીસ અને SOGએ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેકોર્ડ સાથે ચેડાં કરી યુકેના પોર્ટુગીઝ વિઝા મેળવવાનું કૌભાંડ સામે આવ્યુ છે. દ્વારકા, પોરબંદર, વલસાડ અને સુરતના 9 લોકોની ધરપકડ કરી પુછપરછ હાથ ધરવામાં આવી છે.
દ્વારકા જિલ્લા પોલીસ અને SOGએ કરી કાર્યવાહી
ભાણવડ, પોરબંદર, દમણ સહિતના વિસ્તારમાંથી આરોપીઓ ઝડપાયા છે. આરોપીઓ યુકે જવા ઈચ્છતા લોકોને બનાવટી દસ્તાવેજ બનાવી આપતા હતા. નવા આધારકાર્ડ, જન્મ દાખલો, નવી ઓળખ ઉભી કરતા અને સમગ્ર કૌભાંડ આચરતા હતા. આરોપીઓ દસ્તાવેજમાં યુકેના લોકો સાથે નવા સંબંધો ઉભા કરી દેતા હતા. જો કે આ કૌભાંડનો વધુ એક આરોપી પોલીસ પકડથી દૂર છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.