ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના, ગાયનેક વિભાગના OPDમાં લાગી આગ, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના OPDમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવાયો પ્રયાસ કર્યો હતો. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પણ હોસ્પિટલમાં ધુમાડાના ગોટેગાટા જોવા મળ્યા હતા.
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના OPDમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવાયો પ્રયાસ કર્યો હતો.
આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પણ હોસ્પિટલમાં ધુમાડાના ગોટેગાટા જોવા મળ્યા હતા.તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. આગ ACમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આચાનક આગ લાગી હતી મળતી માહિતી મુજ એસીમાં શોર્ટ સર્કીટના કારણે આ આગ લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આગની ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી તમામ લોકોને સુરક્ષિત રીતે તે વિભાગથી બહાર કાઢવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલની ઘટના બાદ ચકચારી મચી ગઈ હતી. હોસ્પિટલમાં આગ લાગવાની આ ઘટના પહેલાવાર નથી અગાઉ પણ આવી ઘટના સામે આવી ચૂકી છે ત્યારે રાહતની વાત એ છે કે કોઈ જાનહાની સર્જાઈ નથી અને તમામ દર્દીઓ સુરક્ષિત છે.