Ahmedabad : અંગ દઝાડતી ગરમીના પગલે ટ્રાફિક વિભાગે ચાર રસ્તા પર ગ્રીન નેટ બાંધી, જુઓ Video
અમદાવાદમાં વધતી ગરમીને લઈને ટ્રાફિક વિભાગે એક નિર્ણય લીધો છે. ચાર રસ્તા ઉપર ગ્રીન નેટ બાંધવાની કામગીરી હાથ ધરાઈ છે.ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે લોકોને છાંયડો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાતમાં કાળઝાળ ગરમી યથાવત રહે છે. અમદાવાદમાં વધતી ગરમીને લઈને ટ્રાફિક વિભાગે એક નિર્ણય લીધો છે. ચાર રસ્તા ઉપર ગ્રીન નેટ બાંધવાની કામગીરી હાથ ધરાઈ છે. ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે લોકોને છાંયડો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ પોલીસે કાલુપુર, ઈન્દિરાબ્રીજ સર્કલ, પ્રહલાદનગર, સ્વાગત ક્રોસ રોડ પર ગ્રીન નેટ બાંધવામાં આવ્યો છે. અન્ય ચાર રસ્તાઓ પર પણ ગ્રીન નેટ બાંધવાની કામગીરી હાથ ધરાઈ છે.
બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના 20 જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આજે ખેડા, બનાસકાંઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા,અરવલ્લી,સુરત, વલસાડ, વડોદરા, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે.